નર્મદા કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત

- text


મધ્યપ્રદેશનો યુવાન હળવદમાં મજૂરી કામ માટે આવ્યો હતો

હળવદ : હળવદ શહેરમાં આવેલ હોટલ હરી દર્શન પાછળથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં આજે બપોરના સમયે એક યુવાન નાહવા માટે કેનાલ કાંઠે ગયો હોય ત્યારે પગ લપસી જતા કેનાલમાં ગરકાવ થઈ ગયો હતો જો કે બે કલાકની શોધખોળ બાદ યુવાનોનો મૃતદેહને કેનાલ માંથી બહાર કાઢવામાં આવ્યો છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ હાઇવે પર આવેલ હરીદર્શન હોટલ પાછળ થી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં મુળ મધ્યપ્રદેશના અને હાલ હળવદમાં કડિયા કામ કરતા દીપકભાઈ રમેશભાઈ ઉંમર વર્ષ 22 આજે બપોરના સમયે કેનાલ કાંઠે નાહવા માટે ગયા હતા તે અરસામાં તેઓનો પગ લપસતા કેનાલમાં ગરકાવ થઈ ગયા હતા.

- text

જેથી બનાવવાની જાણ હળવદ નગરપાલિકાને થતા તરવૈયાઓની ટીમ કેનાલે દોડી ગઈ હતી અને બે કલાક ની શોધ ખોળ બાદ યુવાનના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી આવ્યો હતો.

- text