મોરબી સિરામિક ઉદ્યોગને દાઝ્યા ઉપર ડામ ! વીજતંત્રએ પાવર ચાલુ ન કરતા ઉદ્યોગો જનરેટર ઉપર 

- text


હળવદ – મોરબી રોડ ઉપર માંડલ નજીક ત્રણ દિવસથી ઉદ્યોગનો પાવર કટ્ટ : ઉદ્યોગકારોમાં રોષ 

મોરબી : વાવાઝોડા બીપરજોયની વિદાય બાદ મોરબી જિલ્લા કલેકટર દ્વારા તમામ ઉદ્યોગો ચાલુ કરવા છૂટ આપી છે ત્યારે મોરબી – હળવદ રોડ ઉપર માંડલ વિસ્તારમાં વીજ તંત્ર દ્વારા છેલ્લા ત્રણ દિવસથી બંધ કરેલ વીજ પુરવઠો પૂર્વવત ન કરતા સિરામિક ઉદ્યોગોને દાઝ્યા ઉપર ડામ જેવી સ્થિતિમાં હાલમાં લાખો રૂપિયાનું ડીઝલ બાળી જનરેટર ઉપર પ્લાન્ટ શરૂ કરવા મજબુર બન્યા છે અને વીજ તંત્ર પ્રત્યે રોષ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી – હળવદ રોડ ઉપર માંડલ પાસેના સિરામિક સહિતના ઉદ્યોગોમા છેલ્લા ત્રણ દિવસથી પાવર બંધ છે. જિલ્લા કલેકટરના છૂટ આપતા નોટીફીકેશન બાદ ઉધોગકારોએ પ્લાન્ટ ચાલુ કર્યા છે. પરંતુ પાવર ન હોવાથી જનરેટર ઉપર ઉદ્યોગો ચલાવવા મજબુર બન્યા છે. ગંભીર બાબત તો એ છે કે, પીજીવીસીએલ દ્વારા ફકત લાઇન ચકાસણી ના વાંકે ઉદ્યોગકારોને દાઝ્યા ઉપર ડામ જેવી સ્થિતીનો સામનો કરવો પડી રહ્યો છે.

- text

ઉલ્લેખનીય છે કે, સિરામિક સહિતના ઉદ્યોગોએ વાવાઝોડાને પગલે પોતાના ઉદ્યોગો બંધ રાખી દૈનિક લાખો રૂપિયાનું નુકશાન સહન કર્યું છે ત્યારે માત્રને માત્ર લાઈન ચકાસણી ન કરવાને વાંકે અત્યારે માંડલ રોડ ઉપર વીજ પુરવઠો ચાલુ નહિ કરવામાં આવ્યો હોવાથી માંડલ રોડના ઉદ્યોગકારો દ્વારા તાત્કાલિક પાવર ચાલુ કરવા માંગ ઉઠાવી ઉચ્ચ કક્ષાએ વીજતંત્રની લાપરવાહી અંગે રોષ વ્યકત કર્યો હોવાનું જાણવા મળે છે.

- text