પવનની ગતિ વધી : 80 થી 90 ની ઝડપે પવન ફૂંકાયો 

- text


મોરબી : મોરબી જિલ્લા ઉપરથી વાવાઝોડા બિપરજોયનો ખતરો ટળી જવાની સાથે હવે પવનની ગતિમાં થોડો ઘટાડો થયા બાદ ફરી તેજ ગતિએ પવન ફૂંકાવાનું શરૂ થતા નવલખી બંદરે દરિયો તોફાની જોવા મળ્યો છે.

મોરબી નવલખી પોર્ટના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં નવલખી બંદરે પવનની ગતિ 80થી 90 કિલોમીટર પ્રતિ કલાક જોવા મળી રહી છે. નોંધનીય છે કે સવારે પવનની ગતિ ઘટી જતા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું પણ હાલમાં ભારે પવન ફૂંકાવા લાગતા પોર્ટ સ્ટાફ સિગ્નલ બદલાવવા માટે પણ પહોંચી શકે તેમ ન હોવાનું જાણવા મળે છે.

- text

- text