વાવાઝોડાને પગલે મોરબી જિલ્લામાં 9492 લોકોનું સલામત સ્થળાંતરણ 

- text


જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 736 જોખમી હોર્ડિંગ્સ હટાવાયા : 527 લોકોને આશ્રયસ્થાનમાં આશરો અપાયો 

મોરબી : વાવાઝોડું બિપરજોય ત્રાટકવાની દહેશતને પગલે મોરબી જિલ્લાના દરિયાકાંઠાના મોરબી, માળીયા અને રણકાંઠાના હળવદ તાલુકામાંથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કુલ 14 ગામ તેમજ 52 મીઠાના અગરમાં રહેતા 9492 લોકોનું સલામત સ્થળાંતરણ કરવામાં આવ્યું હતું જે પૈકી 527 લોકોને આશ્રયસ્થાનમાં આશરો આપી ખાધાખોરાકીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડા બિપરજોયને પગલે કરવામાં આવેલી કામગીરીનું સરવૈયું જાહેર કરવામાં આવ્યું છે જે અન્વયે દરિયાકાંઠાના 5 કિલોમીટરના વિસ્તારમાં આવેલ મોરબીના 3, માળિયાના 4 ગામ ઉપરાંત દરિયાકાંઠાની 10 કિલોમીટરની ત્રિજીયામાં આવેલ મોરબીના 4, માળિયાના 3 અને હળવદના 1 ગામના કુલ 8437 લોકોને સ્થળાંતર કરી 31 આશ્રય સ્થાનમાં આસરો આપવામાં આવ્યો છે.

- text

વધુમાં મોરબી અને હળવદના એક -એક તેમજ માળીયા તાલુકાના 50 અલગ અલગ મીઠાના અગરમાં કામ કરતા અગરિયા પરિવારના 1055 લોકોનું પણ વાવાઝોડાને પગલે સલામત સ્થળાંતરણ કરી તેમના મૂળ નિવાસે મોકલી આપવામાં આવ્યા છે. આ સાથે જ મોરબી જિલ્લામાં સરકારી તંત્ર દ્વારા જોખમી એવા 736 હોર્ડિંગ્સ હટાવી દેવામાં આવ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.

- text