મોરબીમાં વાવઝોડામાં કોમ્યુનિકેશન જાળવવા હેમ રેડિયો મુકાયો

- text


વાવઝોડામાં તમામ કોમ્યુનિકેશન ઠપ્પ થઈ જાય ત્યારે સરકારને મેસેજ પહોંચાડવાના હેમ રેડિયો મદદરૂપ બનશે

મોરબી : મોરબીમાં સંભવિત વાવઝોડાનો ખતરો તોળાઈ રહ્યો હોય ત્યારે અગમચેતી માટે તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા છે. જેમાં મોરબીમાં સંભવિત વાવઝોડામાં કોમ્યુનિકેશન જાળવવા હેમ રેડિયો મુકાયો છે અને વાવઝોડામાં તમામ કોમ્યુનિકેશન ઠપ્પ થઈ જાય ત્યારે સરકારને મેસેજ પહોંચાડવાના હેમ રેડિયો મદદરૂપ બનશે.

મોરબીમાં વાવાઝોડાના ખતરાને પહોંચી વળવા તંત્ર દ્વારા બનતા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. આવતીકાલે વાવઝોડાની આગાહી હોય સંભવિત વાવઝોડું આવે તો કોમ્યુનિકેશન એટલે સંદેશા વ્યહવારના તમામ સાધનો ઠપ્પ થઈ જાય ત્યારે પરિસ્થિતિ અંગે સરકાર સુધી મેસેજ કેમ પહોંચડાવો તેનો ઉપાય શોધી કાઢવામાં આવ્યો છે અને વાવઝોડામાં કોમ્યુનિકેશન એટલે સંદેશા વ્યહવારના તમામ સાધનો ઠપ્પ થઈ તો સરકાર સુધી તમામ ગતિવિધિઓની જાણકારી આપવા અને રાહત તેમજ બચાવ માટે મદદ માંગવા માટે હેમ રેડિયો વસાવવામાં આવ્યો છે. જેમાં વાવઝોડાથી અસરગ્રસ્ત સાત જિલ્લા મુજબ મોરબીમાં પણ એસપી કચેરીએ હેમ રેડિયો મુકવામાં આવ્યો છે. હેમ રેડિયોના ઉપયોગ માટે ત્રણ ટિમ ફાળવવામાં આવી છે. વાવઝોડામાં કોમ્યુનિકેશનના તમામ સાધનો ઠપ્પ થઈ જાય ત્યારે સંદેશા વ્યહવાર માટે હેમ રેડિયો ઉપયોગી બનશે અને હેમ રેડિયો અહીં ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે. કોઈપણ સિગ્નલ ન હોય અને ટાવર ન પકડાઈ ત્યારે આ હેમ રેડિયો કામ આવશે.

- text

- text