માળિયાના ખીરસરાથી બોડકી જવાનો રસ્તો બંધ

- text


ભારે પવનના કારણે રસ્તા ઉપર ઠેક ઠેકાણે કાંટાળી વાળ આવી ગઈ

માળિયા : માળિયાના ખીરસરાથી બોડકી જવાનો રસ્તો બંધ થઈ ગયાના અહેવાલ મળી રહ્યા છે. ભારે પવનના કારણે આ રસ્તા ઉપર ઠેક ઠેકાણે કાંટાળી વાળ આવી ગઈ હોય અવર જવર ન થઈ શકતી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી જિલ્લામાં આજે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જોકે સદનસીબે હાલ સુધી કોઈ દુર્ઘટના સર્જાઈ નથી. પણ અત્યારે રાત્રીના સમયે માળિયાના ખીરસરા ગામેથી બોડકી જવાનો જે રસ્તો છે. ત્યાંથી કુંતાશી, રાજપર સહિતના ગામો આવે છે. તે રસ્તો બંધ થઈ ગયો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ રસ્તા ઉપર અનેક જગ્યાએ વચ્ચે મોટા કાંટાના બાવળ આવી ગયા છે. બાઇક માંડ ચાલી શકે તેવી હાલત છે. હાલ વર્ષામેડી ફાટકથી બોડકી જઈ શકાય છે પણ તેમાં 5 કિમિ ફરવું પડે છે.

- text

- text