સંદેશ ન્યુઝ ચેનલના પત્રકારના પુત્રએ સ્ટેસ્ટિક વિષયમાં મેળવ્યા 100માંથી 100 માર્ક

- text


ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.77 પીઆર મેળવી પરિવાર તેમજ શાળાનું ગૌરવ વધાર્યું

મોરબી : ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મોરબી જીલ્લાનુ ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું હતું. મોરબી જીલ્લામાં કુલ 61 છાત્રોને A 1 ગ્રેડ મેળ્યા હતા. જેમાં મોરબીની સંદેશ ન્યુઝ ચેનલના પત્રકાર નીલેશભાઈ પટેલના પુત્ર રાજ પટેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.77 પીઆર અને 91 ટકા સાથે ઉતીર્ણ થયા હતા. તેમજ તેને એસપીસીસી વિષયમાં 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા હતા.

- text

નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતા રાજે ઉત્કૃષ્ટ પરિણામ મેળવતા પરિવારમાં તેમજ શાળામાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. રાજની આ સિધ્ધી બદલ પરિવાર જનોને સગા સબંધી મિત્ર વર્તુળ અને પરિચિતો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- text