મોરબીની નાલંદા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં જિલ્લામાં ત્રીજો નંબર મેળવ્યો

- text


મોરબીઃ મોરબીની નાલંદા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સમગ્ર મોરબી જિલ્લામાં ત્રીજો નંબર પ્રાપ્ત કરીને નાલંદા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

- text

નાલંદા વિદ્યાલયની વિદ્યાર્થિની માકાસણા યસ્વી મહેશભાઈએ ધોરણ 12 કોમર્સમાં 99.93 PR મેળવીને મોરબી જિલ્લામાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે. ખેડૂત પિતાની દીકરી યસ્વીએ આંકડાશાસ્ત્રમાં 100માંથી 100 અને એકાઉન્ટમાં 100માંથી 97 ગુણ મેળવ્યા છે. મહત્વનું છે કે નાલંદા વિદ્યાલયનું સામાન્ય પ્રવાહનું 93 ટકા પરિણામ આવ્યું છે અને 90 PRથી વધુ માર્ક્સ ધરાવતા 35 ટકા વિદ્યાર્થીઓ છે.

 

- text