એક પણ કાયમી શિક્ષક, ક્લાર્ક, પટાવાળા નથી, છતાં હરબટીયાળી હાઈસ્કૂલનો ડંકો

- text


છેલ્લા 4 વર્ષથી શાળાનું ઝળહળતું પરિણામ, સફળતાનો શ્રેય ત્રણેય પ્રવાસી શિક્ષકો અર્પતા આચાર્ય

ટંકારા : હરબટીયાળી ગ્રામ પંચાયત સંચાલિત ધોરણ -09/10 ના બે વર્ગની ગ્રાન્ટેડ નાની શાળા હરબટીયાળી હાઇસ્કુલ કે જ્યાં ઘણા સમયથી ક્લાર્ક, પટાવાળા અને કાયમી શિક્ષકો એક પણ સ્ટાફ નથી છતાં શાળાનું રીઝલ્ટ છેલ્લા ચાર વર્ષથી ખૂબ સારું આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે હાલ એક જ માત્ર રેગ્યુલર સ્ટાફમાં વર્ષ 2019થી આર.જે. મુછારા શાળાના આચાર્યે તરીકે સંચાલન કરી રહ્યા છે હાલ આ શાળામાં માત્ર તમામ પ્રવાસી શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે શાળાના આચાર્યેનાં મત મુજબ શાળાના શ્રેષ્ઠ પરિણામનો તમામ શ્રેય ત્યા ફરજ બજાવતા ત્રણેય પ્રવાસી શિક્ષકોને આભારી છે શાળાને સફળતા અપાવનાર ગામના ત્રણેય પ્રવાસી બહેનોમાં ક્રિષ્નાબેન રાજેશભાઈ સંઘાણી (MSc-B.Ed.Maths), કિંજલબેન વિનોદભાઈ સંઘાણી (B.A.-B.Ed.Gujarati), પૂર્વીષાબેન ગંગારામભાઈ સંઘાણી (BSc-B.Ed. Science)નો સમાવેશ થાય છે અને આ બહેનો ગામના જ બહેનો છે જેઓ માત્ર નજીવા પગારમાં ખુબ જ નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યાં છે. વધુમાં માર્ચ 2023 માં 99.56 % PR. સાથે એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની ડાકા ધ્રુવી મુકેશભાઈએ શાળાનું ,ગામનું અને એમના કુટુંબીજનો નું નામ ઉજળું કર્યું છે આ ઉપરાંત બોર્ડની પરીક્ષામાં આ શાળાના નિયમીત રેગ્યુલર વિદ્યાર્થીઓમાંથી 72.22% વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયાં છે આ તમામ વિદ્યાર્થીઓને ગામનાં સરપંચ અને સભ્યો શાળાનાં આચાર્ય તથા શાળા પરિવાર શુભેચ્છા પાઠવે છે.

- text

- text