મોરબીમાં ગ્રાહકની પથિક એપમાં એન્ટ્રી ન કરનાર હોટેલ સામે પોલીસ કાર્યવાહી 

- text


અધિક કલેક્ટરનું જાહેરનામુ હોવા છતાં મેનેજરે નોંધણી ન કરાવતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો

મોરબી : મોરબીની કનૈયા હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસમાં રોકાયેલ ગ્રાહકની એન્ટ્રી પથિક એપ્લિકેશનમાં કરવામાં આવી ન હોય એ ડિવિઝન પોલીસે તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે મોરબી જિલ્લામાં આવેલ તમામ હોટેલ તેમજ ગેસ્ટહાઉસમાં આવતા તમામ મુસાફરોની વિગત પથિક એપ્લીકેશનમાં હોટલના માલિકો એન્ટ્રી કરી અપલોડ કરવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ અમલમાં હોય જે અન્વયે ચેકીંગ કરતા કનૈયા હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસના મેનેજરે પથિક એપ્લીકેશનમાં એન્ટ્રી નહી કરી જાહેરનામાનો ભંગ કરતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

- text

એ ડિવિઝન પોલીસની યાદીમાં જણાવ્યા મુજબ જાહેરનામાં અંગેની અમલવારી હજુ કડક રીતે કરવામાં આવશે જેથી આ બાબતે પથિક એપ્લીકેશનમાં મોરબી જિલ્લામાં આવેલ તમામ હોટલ- ગેસ્ટહાઉસ સંચાલકોએ ફરજીયાત પણે એન્ટ્રી કરવાની રહેશે. તેમજ આ બાબતે માર્ગદર્શન માટે ઓફીસ નં.206 , એસ.ઓ.જી. શાખા, પોલીસ અધિક્ષક, મોરબીની કચેરી, શોભેશ્વર રોડ મોરબી ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

- text