મોરબી જુના બસસ્ટેન્ડ નજીક કાર ભડભડ સળગી

- text


આસ્વાદ પાન પાસે કાર સળગતા નાસભાગ, ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ બુઝાવી

મોરબી : મોરબી જુના બસસ્ટેન્ડ નજીક આજે સાંજના સમયે અચાનક કાર ભડભડ સળગી ઉઠતા થોડો સમય નાસભાગ મચી ગઇ હતી. જો કે, ફાયર બ્રિગેડે તત્કાળ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આસ્વાદ પાન પાસે જીજે – 01 – KM – 0243 નંબરની કાર અચાનક સળગી ઉઠતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ ટીમે તત્કાળ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતી.

- text

- text