ટંકારા પંથકમાં મીની વાવાઝોડુ ફૂંકાયુ : વ્યાપક નુકસાન

- text


ઓવરબ્રિજ પાસેની હોટેલના પતરા ઉડી ગયા, દીવાલ પડતા એક મહિલાને ઇજા

અનેક જગ્યાએ હોર્ડિંગ્સ તેમજ વિજપોલ પડી ગયા, વીજળી ગુલ થતા પીજીવીસીએલ તંત્ર યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવર્ત કરવા કામે લાગ્યો

ટંકારા : ટંકારા પંથકમાં આજે વાતાવરણમાં પલટો આવતા વાદળછાયા વાતાવરણ વચ્ચે છાટા પડવા અને મીની વાવાઝોડા જેવો પવન ફૂંકાતા ગામે ગામે વ્યાપક નુકશાનીના અહેવાલ મળ્યા છે. જેમાં ટાંકારામાં હોટેલના પતરા ઉડવા અને ઓવરબ્રિજ પાસેના હોર્ડિંગ્સ તેમજ ઠેક ઠેકાણે વિજપોલ પડી જતા વીજળી ગુલ થતા પીજીવીસીએલ તંત્ર યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવર્ત કરવા કામે લાગ્યો છે.

ટંકારા પંથકમાં આજે બપોર પછી વાદળછાયા વાતાવરણ વચ્ચે છાટા પડવાની શરૂઆત સાથે જ મીની વાવાઝોડા જેવો પવન ફૂંકાતા અડધી કલાકમાં તો વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલ મળ્યા છે. ભારે પવનને કારણે ટંકારના ગામે ગામમાં નુક્શાનીના સમાચાર સાંપડી રહ્યા છે.

રાજકોટ મોરબી રોડ ઉપર, મિતાણા ચોકડી, લજાઈ ચોકડી, લતીપર ચોકડી, ટંકારા ચોકડી સહિતના વિસ્તારોમાં અનેક હોડીગ્સ ઉડયા હતા અને ઓવરબ્રિજ પાસે આવેલ હોટેલના પતરા ઉડયા હતા તેમજ દીવાલ પડી ગઈ હતી. તેથી એક મહિલાને ઇજા થતાં તેણીને સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ છે. તેમજ અનેક વૃક્ષો અને ઠેર-ઠેર વિજપોલ ધારાશાયી થયા હતા. તેથી અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.

વધુમાં મોટાભાગની પવનચક્કીના પંખીયા પણ થંભી ગયા હતા અને વીજ પુરવઠો પૂર્વવર્ત કરવા પીજીવીસીએલ તંત્ર યુદ્ધના ધોરણે કરી રહ્યું છે. જેમાં વિરપરની પીજીવીસીએલના સોજીત્રા અને ડે, એન્જીનીયર મોર સાહેબ સહિતની ટીમ સતત ઘટનાસ્થળે કામ કરી રહ્યા છે. ટંકારા મામલતદાર કેતન સખીયાએ પણ તમામ ગામોમાં નુકશાનીની માહિતી મેળવી જલ્દી કામ કરવા સૂચના આપી છે

- text

- text