વાંકાનેરના ઠીકરીયાળી નજીક 48 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

- text


મધરાત્રે મોટર સાયકલમાં બન્ને બાજુ થેલા લટકાવી દારૂની ખેપ મારવા નીકળ્યો અને ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી ગામની સીમમાં મધરાત્રે મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની ખેપ મારવા નીકળેલા શખ્સને પોલીસે 48 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લઈ મોટર સાયકલ સહિત રૂ.48 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ગતરાત્રીના પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર પોલીસ ટીમે ઠીકરીયાળી ગામની સીમમાં મોટર સાયકલની બન્ને બાજુ થેલા લટકાવી નીકળેલા ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામની સીમમાં રહેતા હિતેશ રતાભાઈ ડાભી નામના શખ્સને ઝડપી લઈ થેલા ચેક કરતા રૂપિયા 18 હજારની કિંમતનો 48 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ બનાવમાં રૂપિયા 30 હજારની કિંમતનું મોટર સાયકલ સહિત 48 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text