મોટા દહિસર કન્યા પ્રાથમિક શાળા સ્માર્ટ શાળા બની

- text


મોરબી : માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામની પ્રાથમિક કન્યા શાળા સ્માર્ટ શાળા બની છે સાથે જ દાતાઓના સહયોગથી સીસીટીવી કેમેરા, કોમ્પ્યુટર લેબ સહિતની સુવિધા ઉપલબ્ધ બની છે.

માળિયા તાલુકાની મોટા દહિસર કન્યા પ્રાથમિક શાળા સ્માર્ટ ક્લાસ ધરાવતી શાળા બની છે, આ શાળામાં ત્રણ સ્માર્ટ ક્લાસ હતા પરંતુ સરકાર દ્વારા હાલ પાંચ સ્માર્ટ ક્લાસ ભેટ આપવાની સાથે સરકાર દ્વારા કોમ્પ્યુટર લેબ આપવામાં આવી છે ઉપરાંત જિલ્લા પંચાયત દ્વારા 8 સીસીટીવી કેમેરા આપવામાં આવ્યા છે ગામના સહયોગથી અને મોટા દહિસરાના સરપંચ જશાભાઇ ચંદુભાઈ ડાંગર દ્વારા 12000 દાન આપી ને 4 સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. શાળાના ઓફિસ વર્ક માટે લેપટોપની જરૂર હોઈ ગામના યુવાનોને જાણ થતા 42000ની કિંમતનું લેપટોપ શાળાને ભેટ આપવામાં આવ્યું હતું. જેમાં વનરાજ ગગુભાઈ મિયાત્રા તરફથી 15000, રમેશ સવાભાઈ ડાંગર તરફથી 12000, અજિત ગોવિંદભાઈ બાલસરા તરફથી 6800,દિનેશ કાનજીભાઈ મીયાત્રા તરફથી 5100 અને જયદીપ ધીરુભાઈ હુંબલ તરફથી 3100 નો સહયોગ આપવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય રવિભાઈ ધ્રાંગા સર્વે દાતા અને સરકારનો અંતકરણ પૂર્વક આભાર માન્યો છે.

- text

- text