મોરબીની ફૂટબોલ એકેડેમીએ રાષ્ટ્રીય કક્ષાએ ડંકો

- text


મોરબી: તાજેતરમાં તમિલનાડુ ખાતે યોજાયેલી ફૂટબોલ ટુર્નામેન્ટમાં મોરબીની સોકર સ્ટાર ફૂટબોલ એકેડેમીના ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને ફાઈનલ સુધી પહોંચ્યા હતા અને ફાઈનલ મેચ કર્ણાટક સામે રમી છેલ્લી મિનિટો સુધી રસાકસી બાદ હારી ગઈ હતી છતાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

મોરબીની સોકર સ્ટાર એકડમીના ખેલાડીઓને રાજકોટના કોચ મેહુલ રાણાએ અથાગ મહેનત કરાવી આ લેવલ સુધી પહોચાડવામાં મોરબી જિલ્લા ફૂટબોલ કોચ મુસ્તાક સુમરા, મેહુલ રાણા, વાંકાનેરના ફૂટબોલ કોચ બન્ટી સરનો પણ ખૂબ ફાળો રહ્યો છે. ભવિષ્યમાં મોરબી જિલ્લાની ટીમ આવુ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરી મોરબી અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કરે એવી આશા સાથે તમામ ખેલાડીઓ, કોચ, મેનેજર અને જે-તે સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text