ટંકારાના હડમતિયા ગામની એમ. એમ. ગાંધી વિદ્યાલયનું ઉત્કૃષ્ટ પરિણામ 

- text


ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામની એમ. એમ. ગાંધી વિદ્યાલયનું SSCનું 61.54 ટકા પરિણામ આવ્યું છે. જેમા જાફરાણી રોનકબેન રફીકભાઈ PR 98.01 ગ્રેડ સાથે પ્રથમ ક્રમે રહ્યા છે.

બીજા ક્રમે 90.41 PR સાથે સુરાણી ક્રિષ્ના, ત્રીજા ક્રમે 83.89 PR સાથે ડાભી સિદ્ધરાજ રણજીતભાઈ રહ્યા છે. આ તમામ છાત્રોએ SSCમાં મહેનત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. માધ્યમિક શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ અઘારા, ડી.સી. રાણસરીયા, બંસીબેન તથા ટ્રસ્ટી પ્રમુખ કામરીયા પ્રભુભાઈએ ત્રણેય વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.

- text

- text