વેદ સંસ્કૃત જ્ઞાનગૌરવ સમાંરભમાં દેવ સોલ્ટના ચેરમેને અતિથિ તરીકે આપી હાજરી

- text


મોરબી : ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદતત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ, મુડેટી દ્વારા યોગિત વેદ સંસ્કૃત જ્ઞાનગૌરવ સમાંરભ ઇડર તાલુકામાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્કૃત ભાષાને પ્રોત્સાહિત કરવાના હેતુ સંસ્કૃત વિધવાન અને ઉ.ગુજરાત સ્થિત સંસ્કૃત પાઠશાળા તથા નજીક સ્થિત માધ્યમિક, ઉ. માધ્યમિક તથા મહાવિદ્યાલયના સંસ્કૃત વિષયમાં વિશેષ શ્રેણી પ્રાપ્તકર્તાઓનું સન્માન કરાયું હતું.

આ કાર્યક્રમના મુખ્ય મેહમાન મોહનજી ભાગવત (૫. પૂ. સરસંઘચાલક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ) હતા, અને અતિથી વિશેષ માં. ડો. ભરતભાઇ પટેલ (પ્રાંત સંચાલક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત), ઉદયસિંહજી માહુરકર (સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનર), દેવેન્દ્રસિંહજી ઝાલા (ચેરમેન – દેવ સોલ્ટ પ્રા. લી.), જયંતભાઇ પારેખ (રીયલ એસ્ટેટ ડેવલોપર), ઉશિક ગાલા (ચેરમેન – શુમાયા ઉદ્યોગ લી.), ઉત્તમભાઇ વે (આઇટી પ્રોફેશનલ) અને દેવાંગભાઇ શાહ (રીયલ એસ્ટેટ ડેવલોપર) હતા.આ કાર્યક્રમમાં દેવેન્દ્રસિંહજી ઝાલા (ચેરમેન – દેવ સોલ્ટ પ્રા. લી.) આમંત્રિત મુખ્ય મેહમાન તરીકે મંચસ્ત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે દેવેન્દ્રસિંહજી ઝાલા તેમની વર્ષ ગાંઠ ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદતત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ, મુડેટી ખાતે ઉજવે છે ત્યાંના છાત્રો સાથે ભોજન કરે છે અને એક સાથે ૧૦૦ જેટલા મંત્રોનો ઉચ્ચારણ કરે છે.

- text

- text