રાજ્ય સરકાર આગામી 10 વર્ષની ભરતીનું કેલેન્ડર તૈયાર કરશે

- text


વર્ષ 2024 થી 2033 માટેનું ભરતી કેલેન્ડર તૈયાર કરવા સૈદ્ધાતિંક મંજૂરી અપાઇ

વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૩ દરમિયાન કૂલ-૧,૫૬,૪૧૭ જગ્યાઓ સામે ૧,૬૭,૨૫૫ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવી : મંત્રી ઋષિકેશ પટેલ

મોરબી : મુખ્યંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ભરતી પ્રક્રિયા માટેના ભરતી કેલેન્ડર સંદર્ભના નિર્ણયમાં પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, નવું 10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે સૈદ્ધાતિંક મંજૂરી આપવામાં આવી છે.

અગાઉ વર્ષ 2014માં પ્રસિધ્ધ થયેલ ભરતી કેલેન્ડર ડિસેમ્બર-2023મા પૂર્ણ થતું હોવાથી આગામી વર્ષ 2024 થી 2033 માટે વહીવટી વિભાગોમાં જગ્યાઓ ભરવા માટેના ભરતી કેલેન્ડર તૈયાર કરવાની સૈદ્ધાતિંક મંજૂરી અપાઇ છે. જેના અંતર્ગત અધિક મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગ, અધિક મુખ્ય સચિવ, નાણાં વિભાગ અને સચિવ, ખર્ચ કક્ષાએ તમામ વહીવટી વિભાગો સાથે નવું ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે તબક્કાવાર બેઠકોનું આયોજન કરવામાં આવશે.

- text

જૂન, જુલાઈ અને ઓગષ્ટ માસ દરમિયાન બેઠકો યોજીને દરેક વહીવટી વિભાગ માટેના નવા ભરતી કેલેન્ડર તૈયાર કરીને નવીન કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે.અત્રે નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૩ દરમિયાન કૂલ-૧,૫૬,૪૧૭ જગ્યાઓ ભરવાનું રાજ્ય સરકારનું આયોજન હતું. જેની સામે હાલની સ્થિતિેએ ૧,૬૭,૨૫૫ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવી છે.

- text