મોરબીની પિતા વિહોણી દીકરી માટે કુંવરબાઈનું મામેરું યોજના આશીર્વાદરૂપ બની

- text


સરકારે મામેરું પૂરતાં માતા અને દીકરીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો

મોરબી : ગુજરાત સરકારની આશાના કિરણ સમાન કુંવરબાઈનું મામેરું યોજના મોરબીમાં પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરી માટે આશીર્વાદરૂપ બની છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા લાભાર્થી કાજલબેન સનુરા જણાવે છે કે મારા પિતા મનસુખભાઈનું વર્ષ ૨૦૦૩માં અવસાન થયેલ ત્યારે અમારા ત્રણેય ભાઈ-બહેનોને ઉછેરવાની જવાબદારી મારી માતા પ્રભાબેનને શીરૈ આવેલી અને ખૂબ જ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. મારી માતા તે સમયે નળિયાના તેમજ લાદીના કારખાનામાં રસોઈ કરી તેમાંથી ઘરનું ગુજરાન ચલાવતા અને મારા લગ્ન વિશે હંમેશા ચિંતા રહેતા આવા સમયે સરકારે મોસાળ પક્ષની ભૂમિકા અદા કરી કુંવરબાઈનું મામેરુ યોજના થકી અમારા પ્રસંગને ઉજળો બનાવ્યો છે. સમાજની દરેક દીકરીઓ આવી કલ્યાણકારી યોજનાનો લાભ લે તેવો હું અનુરોધ કરું છું આ તકે હું સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરું છું

- text

કાજલબેનના માતૃશ્રી પ્રભાબેન જણાવે છે કે દીકરીના પિતાના નિધન બાદ બાળકોના ભવિષ્ય અંગે સતત ચિંતા રહેતી પણ ગુજરાત સરકારના સકારાત્મક અભિગમથી દીકરીનું સપનું સરકારે પૂર્ણ કર્યું છે મારી દીકરી કાજલના લગ્ન પ્રસંગે સરકારે મામેરું પુર્યું છે તેનો અમને સંતોષ છે. આ તકે હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું

- text