મોરબીમાં અચાનક બેભાન થઈ જતા મહિલાનું અને વાંકાનેરમાં વૃદ્ધનું મૃત્યુ

- text


ગરમી અને હાર્ટએટેકને કારણે અચાનક મૃત્યુ થવાના કિસ્સા વધ્યા

મોરબી : છેલ્લા થોડા સમયગાળામાં અચાનક બેભાન થઈ મૃત્યુ થવાના કિસ્સા વધ્યા છે ત્યારે મોરબીના પાનેલી રોડ ઉપર આવેલી સિરામિક ફેકટરીમાં 30 વર્ષીય પરિણીતાનું અને વાંકાનેરમાં ઘીયાવડ ગામના વૃદ્ધનું આચનક બેભાન થઈ જતા મૃત્યુ થયું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

પ્રથમ કિસ્સામાં મોરબીના પાનેલી રોડ ઉપર ખારગિલ સીરામીકમાં રહેતા વર્ષાબેન લક્ષમણભાઈ ઉ.30 નામના મહિલા બોલતા બોલતા અચાનક બેભાન થઈ ઢળી પડતા મોરબી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા તબીબે મૃત જાહેર કર્યા હતા.

- text

જ્યારે બીજા કિસ્સામાં વાંકાનેર શહેરમાં હાજી અલી ચેમ્બર પાસે ચાલીને જઈ રહેલા ઘીયાવડ ગામના બદરે આલમ તમીજુદીન ઉ.60 નામના વૃદ્ધ કુદરતી કારણોસર રોડ ઉપર બેભાન થઈ પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બન્ને બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text