લગ્નપ્રસંગે બૈરાઓ સાથે ગરબા રમવાની ના પાડતા કન્યાના પિતાને છરી હુલાવી દેતો શખ્સ

- text


મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમા લગ્નપ્રસંગે યોજાયેલ દાંડિયા રાસમાં પાડોશી શખ્સ દારૂ પી બૈરાઓ સાથે રાસ રમતો હોય કન્યાના પિતાએ બૈરાઓ સાથે રાસ ગરબા નહિ રમવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સે કન્યાના પિતાને છરી ઝીકી દેતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

- text

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમા યોજાયેલ લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ સમયે આરોપી ઇમરાન ઉર્ફે લાલો મુસાભાઈ કુરેશી દારૂ પી બૈરાઓ સાથે રાસ ગરબા રમતો હોવાથી કન્યાના પિતા રમઝાનભાઈ કરીમભાઈ નોતીયારે ઇમરાન ઉર્ફે લાલાને બૈરાઓ સાથે રાસ ગરબા નહિ રમવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલ ઇમરાન ઉર્ફે લાલાએ રમઝાનભાઈને છરીનો ઘા ઝીકી હવે તો જાનથી પતાવી દેવો છે તેવી ધમકી આપતા ઇજાગ્રસ્ત રમઝાનભાઈને પ્રથમ સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ છે. બનાવ અંગે રમઝાનભાઈની ફરિયાદને આધારે સીટી બી ડિવિઝન પોલીસે ઇમરાન ઉર્ફે લાલા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text