રીક્ષામાંથી બેટરીની ચોરી : છેવાડાના વિસ્તારોમાં પોલીસ પેટ્રોલીંગ વધારવાની માંગ

- text


ચોરીના બનાવો અટકાવવા સામાજિક કાર્યકરે પોલીસ સમક્ષ પેટ્રોલીંગ વધારવાની માંગ કરી

મોરબી : મોરબીના છેવાડાના વિસ્તારમાં નાની મોટી ચોરીના બનાવો વધી રહ્યા છે. આથી વારંવાર તસ્કરોને મોકળું મેદાન મળી જતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી ગયો છે. તેથી ચોરીના બનાવો અટકાવવા સામાજિક કાર્યકરે પોલીસ સમક્ષ પેટ્રોલીંગ વધારવાની માંગ કરી છે.

મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગરમાં રહેતા સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇને રજુઆત કરી હતી કે તેમના વિસ્તાર શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગરમાં હમણાંથી તસ્કરોનો તરખાટ વધ્યો હોય એમ નાની મોટી ચોરીના બનાવ વધી રહ્યા છે. જેમાં એક વેફર્સની છોટા હાથી ગાડીમાંથી તસ્કરો બેટરી તેમજ એક ખુરશી અને સેંટિંગના ફર્મા પણ ઉઠાવી ગયા હતા. આવી નાની મોટી ચીજવસ્તુઓની ચોરી વધી રહી હોય ચોરીના બનાવ અટકવવા પોલીસ પેટ્રોલીંગ વધારે તેવી માંગ ઉઠાવી છે.

- text

- text