હડમતીયામાં વધુ ચાર ઘેટાં બકરાના મોત, જીપીસીબીએ તપાસમાં ઝંપલાવ્યું

- text


પશુ આરોગ્ય વિભાગ અને પોલીસ તેમજ જીપીસીબીએ ઘેટાં બકરાના ભેદી મોતનું રહસ્ય જાણવા ઉડી તપાસ હાથ ધરી

ટંકારા : ટંકારાના હડમતીયા ગામે ગઈકાલે 20 ઘેટાના ભેદી રિતે ટપોટપ મોત થયાની ઘટના પ્રકાશમાં આવી હતી. જ્યારે આજે વધુ ચાર ઘેટાં બકારના મોત થતા આ પશુઓનો મૃતાંક 24 પર પહોંચ્યો છે. જ્યારે હજુ 15 ઘેટાં બકરા સારવાર હેઠળ છે.

ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં ચરાણ માટે ગયેલા મોતીભાઈ કરશનભાઈ સાટકાના ધેટા બકરાના ટપોટપ મોત થયા છે અને જોત જોતામાં 18 જેટલા જીવ સિમમા મુત્યુ પામ્યા હતા. જ્યારે 2નું ઘરે પહોચી મરણ થયુ હતું. ગઈકાલ સુધીમાં 20 ઘેટાં બકરાના મોત થયા હતા. આથી આ ઘટના અંગે માલધારી એવો આક્ષેપ કર્યો હતો કે સીમમાં કેમિકલ ફેકટરીનુ પાણી બહાર આવતુ હોય જે આ ઘેટા બકરા એ પીધા બાદ આ પશુઓના મોત થયા છે અને આજે વધુ ચાર ઘેટાં બકરાના મોત થતા અત્યાર સુધીમાં આ પશુઓનો મૃતાંક 24 પર પહોંચ્યો છે. 15 જેટલા ઘેટાં બકરા હજુ સારવાર હેઠળ હોય ટંકારાના પશુ ડોકટર ભોરણીયા સહિતની ટીમ સતત મોનીટરિંગ કરીને સઘન સારવાર કરી રહી છે.

- text

આ ઘેટાં બકરાના મોતનું કારણ જાણવા ટંકારા પોલીસ અને પશુ આરોગ્ય વિભાગ સહિતના તંત્રએ તપાસ હાથ ધરી છે. ખાસ કરીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આ બનાવની તપાસમાં ઝંપલાવ્યું છે. જેમાં જે ફેક્ટરી સામે આક્ષેપ થયા છે તેની પાસે ફેક્ટરીનું લાયસન્સ છે કે કેમ અને ઘેટાં બકરાના મોત પાછળ આ ફેક્ટરી જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.

- text