તંત્ર ક્યારે જાગશે : વાંકાનેરના મિલ પ્લોટ રોડનું અધૂરું કામ રાહદારીઓ માટે જીવલેણ !! 

- text


રોડની હાલત અને અધૂરા કામ બાબતે સ્થાનિક તંત્ર અને નેતાઓ ધ્યાનમાં આપતા સ્થાનિકોની વડાપ્રધાનને રજૂઆત

વાંકાનેર: વાંકાનેરના મિલ પ્લોટના અધૂરા રોડથી છેલ્લા ઘણા સમયથી રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે વાંકાનેર મિલ પ્લોટ વિસ્તારના નાગરિકોએ લાંબા સમયથી સ્થાનિક તંત્ર અને નેતાઓને રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય કામગીરી ના થતા હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને લેખિત રજૂઆત કરીને રોડનું કામ પૂર્ણ કરાવવાની રજૂઆત કરી છે.

મિલ પ્લોટના નાગરિકોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, મિલ પ્લોટ વિસ્તારમાં 2019 થી પાકા રોડ બનાવવામાં આવેલ નથી. 2019થી રોડનું કામ અધુરુ રાખીને મિલ પ્લોટનું વિકાસનું કામ પૂરું કરવામાં આવ્યું નથી. ઘણા બધા ગામડાના લોકોને મિલ પ્લોટ થી પસાર થવાનું હોય છે. રોડની હાલત ખૂબ જ ગંભીર છે. ખાડા અને કુંડીના ઢાંકણા પણ નથી. ખુલ્લી કુંડીઓના કારણે લોકો ખાડામાં પડી જાય છે. સ્થાનિક નેતાઓ અને તંત્ર પણ આ અંગે કોઈ ધ્યાન આપતા ન હોવાનું રહીશોએ જણાવ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મિલ પ્લોટના નાગરિકોએ રજૂઆત કરીને મિલ પ્લોટનો રોડ પૂર્ણ કરાવવામાં આવે તેવી માગણી કરી છે.

- text

- text