મોરબીમાં બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરનાર સામે પાલિકા કડક કાર્યવાહી કરશે

- text


ઇન્ચાર્જ ચીફ ઓફિસરે હોસ્પિટલ ઝોન વિસ્તાર સાવસર પ્લોટમાં આવેલી હોસ્પિટલોમાં જઈને ચેતવણી આપી

મોરબી : મોરબીના હોસ્પિટલ ઝોન વિસ્તાર સાવસર પ્લોટમાં આવેલી હોસ્પિટલો દ્વારા અવારનવાર જાહેરમાં બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરાતો હોવાથી આજે ઇન્ચાર્જ ચીફ ઓફિસરે હોસ્પિટલમાં જઈને હવેથી બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

- text

મોરબીના હોસ્પિટલ ઝોન વિસ્તાર સાવસર પ્લોટમાં આવેલી હોસ્પિટલો દ્વારા જાહેરમાં ઘણી વખત બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરાતો હોવાથી આજે ઇન્ચાર્જ ચીફ ઓફિસર ડી.સી. પરમારે જુદી જુદી હોસ્પિટલો રૂબરૂ જઈને બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નહિ યોગ્ય જગ્યાએ નિકાલ કરવાની તાકીદ કરી હતી. આ બાબતે ઇન્ચાર્જ ચીફ ઓફિસર ડી.સી. પરમારે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ઇન્ડિયન મેડિકલ એસો.ને જાણ કરીને તમામ સભ્ય ડોક્ટરોને બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નહિ યોગ્ય જગ્યાએ નિકાલ કરવાનું જણાવી હવે પછી ચેકિંગમાં જાહેરમાં બાયો મેડિકલ વેસ્ટ પકડાશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.

- text