હળવદમાં ટ્રેન હડફેટે યુવાનનું કમકમાટીભર્યું મોત

- text


શરીરના બે કટકા થઈ ગયા : પોલીસ દ્વારા બનાવના કારણ અંગે તપાસ હાથ ધરાઈ

હળવદ : હળવદમાં ટ્રેન હડફેટે એક યુવાનનું મોત નિપજ્યાંનો બનાવ સામે આવ્યો છે. જેમાં આ યુવાનના શરીરના પેટના ભાગેથી રીતસર બે કટકા થઈ ગયા હતા. આ મામલે હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની સામે ટ્રેન હેઠળ આવી જતા મકવાણા જગદીશ શિવાભાઈ ઉ.વ. 22 વર્ષનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ રેલવે અને પોલીસની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ યુવાને આત્મહત્યા કરી કે આકસ્મિક રીતે ટ્રેન હેઠળ આવી ગયો તે મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.

- text