વાંકાનેર નજીક શ્રીઆઇ ધામ ખાતે 11મીએ સમસ્ત ચારણીયા સમાજનો સમુહ લગ્નોત્સવ

- text


11 નવદંપતીઓ સપ્તપદીના ફેરા ફરશે : દીકરીઓને કરિયાવરમાં 80થી વધુ વસ્તુઓ અપાશે : આઇધામ અને ચારણીયા સમાજ સમુહ લગ્ન સમીતી દ્વારા આયોજન 

યુવાનો-વડીલો વ્યસનો અને કુરીવાજોને તિલાંજલી આપવાનો સામુહીક સંકલ્પ લેશે : શિક્ષણ, સંગઠન અને સમાજ એકતા માટે દર વર્ષે સમાજ મેળાવડો યોજવા વિચાર-વિમર્શ કરાશે

વાંકાનેર : વાંકાનેર-બાઉન્ડ્રી નેશનલ હાઇવે પર વડલી ચોકી જારીડાના પાટીયા પાસે  સમસ્ત ચારણીયા સમાજના ‘શ્રીઆઇધામ’ (મોગલ મંદિર) ખાતે આઇશ્રી મોગલ માતાજી બીરાજમાન છે. જ્યાં આગામી તા.11ને ગુરૂવારના રોજ સમસ્ત ચારણીયા સમાજનો ભવ્ય સમુહ લગ્નોત્સવ યોજવામાં આવનાર છે.

વાંકાનેર-બાઉન્ડ્રી નેશનલ હાઇવે પર વડલી ચોકી જારીડાના પાટીયા પાસે બાર વોકળી ખાતે બીરાજમાન આઇશ્રી મોગલ માતાજીના મંદિર ‘આઇધામ’ ખાતે સમસ્ત ચારણીયા સમાજના સમુહ લગ્ન વર્ષ-2023 અંતર્ગત તા.11ના પાવન દિવસે ચારણીયા સમાજના આર્થિક રીતે નબળા જરૂરીયાતમંદ પરિવારોના 11 દંપતિઓના શાસ્ત્રોક્ત વિધીથી લગ્ન જીવનમાં પર્દાપણ કરશે. આ સાથે દરેક ક્ધયાઓને કરિયાવરમાં 80થી વધુ ગૃહઉપયોગી વસ્તુઓ અર્પણ કરાશે. આ પ્રસંગે સવારે 6 વાગ્યે વાજતે-ગાતે દરેક જાનનું આગમન થશે અને સામૈયા કરવામાં આવશે બાદમાં 7 વાગ્યે વિધિ વિધાન સાથે મંડપ રોપણ કરાશે. સવારે 10 વાગ્યે વર-ક્ધયાના હસ્તમેળાપ સહીત ચારણીયા સમાજની પરંપરાગત શાસ્ત્રોક્ત લગ્નવિધિ સંપન્ન થશે. આ દરમ્યાન બપોરે 11 થી 1-30 વાગ્યા સુધી શુદ્ધ ધીના લાપસી પ્રસાદ સહીતનો ભોજન સમારંભ પણ યોજાશે. જ્યારે બપોરે 3 વાગ્યે સમસ્ત ચારણીયા સમાજની હાજરીમાં ભાવભેર દરેક જાનને વિદાય કરવામાં આવશે.

- text

સમસ્ત ચારણીયા સમાજના ભવ્ય સમુહ લગ્નોત્સવના પાવન પ્રસંગે મહંત ભારતીબાપુ તેમજ આઇશ્રી જાહલમાં ખાસ ઉપસ્થિત રહીને નવદંપતિઓને આર્શીવાદ આપશે. ભવ્ય સમુહ લગ્નોત્સવમાં અઘ્યક્ષ સ્થાને થાનગઢના હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદીન રાઠોડ, ભચાઉના ભજનાનંદી પાલુભા ગેલવા અને અમદાવાદના નાગલધામ ગ્રુપના પ્રમુખ નવધણભાઇ મુંધવા પણ વિશેષ હાજરી આપશે. જ્યારે સાધુ-સંતોમાં મહંત બંસીદાસ બાપુ, કૃષ્ણવદન સાહેબ, દેહાઆપા જીવાઆપા ગર, મહંત કાનબાપુ, સીતારામ બાપુ, ભરતદાસબાપુ વગેરે ખાસ પધારીને આર્શીવચન પાઠવશે. આ સાથે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મામલતદાર યુ.વી.કાનાણી, એ.એચ.શેરસીયા, પીએસઆઇ વી.આર.સોનારા, નંદલાલ માંડવીયા, સૂર્યકાંતભાઇ પટેલ, ગોવિંદભાઇ મીર, કીરીટસિંહ જાડેજા, દેવાણંદભા ચારણ, તલાટી મંત્રી એ.જે.આલ ઉપરાંત ભરતભાઇ મકવાણા, લખાભાઇ સુસરા, જાલીડાના ગોપાલભાઇ ચૌહાણ, ઠીકરીયાળાના ગૌરીબેન માંડાણી, મેસરીયાના વસંતબેન ભુસડીયા હાજર રહેશે.

આ પ્રસંગે આઇશ્રી મોગલ માતાજી મંદિરના આંગણે ચારણીયા સમાજના યુવાનો-વડીલો વ્યસનો અને કુરીવાજોને તિલાંજલી આપવાનો સામુહીક સંકલ્પ લેશે. આ સાથે ચારણીયા સમાજમાં શિક્ષણ, સંગઠન અને સમાજ એકતા માટે દર વર્ષે શ્રી આઇધામ ખાતે સમાજ મેળાવડો યોજવા વિચાર-વિમર્શ કરાશે. આ સમગ્ર સમુહ લગ્નોત્સવ કાર્યક્રમનું સંકલન નાનજીભાઇ જીવાભાઇ આઠું અને રાજેશભાઇ દાનાભાઇ જેપાળ અને ભુપતભાઇ સામતભાઇ ચૌહાણ, અરવિંદભાઇ રાજાભાઇ ગોગીયા કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવિણભાઇ ગોગીયા સંભાળશે.

- text