હળવદના શિવપુર ગામે યુવાનના ગળામાંથી ચેન ઝૂંટવી લેવાનો પ્રયાસ, બંને લૂંટારુઓ ઝડપાયા

- text


યુવાનની સતર્કતાથી નાસી છૂટેલા બન્ને લૂંટારુઓને આજુબાજુના ગામલોકોએ ઝડપીને પોલીસની હવાલે કરી દીધા

હળવદ : હળવદના શિવપુર ગામે આજે યુવાનના ગળામાંથી બે લૂંટારુઓએ સોનાનો ચેન ઝૂંટવી લેવાનો પ્રયાસ કરતા શર્ટમાં ચેઇન ફસાઈ જતા બચી ગયો હતો. આથી બન્ને લૂંટારુઓ ભાગી છૂટ્યા હતા. પરંતુ યુવાનની સતર્કતાથી નાસી છૂટેલા બન્ને લૂંટારુઓને આજુબાજુના ગામલોકોએ ઝડપીને પોલીસની હવાલે કરી દીધા હતા.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના ભીમગુંડા ગામના હમીરભાઈ ભરવાડ નામનો યુવાનનું સાસરું માથક ગામે હોવાથી આજે તેઓ પોતાના સસરિયે હળવદના માથક ગામે ગયા હતા અને માથકથી પરત પોતાના ગામ જઈ રહ્યા હતા. ત્યારે હળવદના શિવપુર ગામે બે શખ્સોએ સરનામું પૂછવાના બહાને હમીરભાઈના ગળામાંથી સોનાનો ચેઇનની ચિલઝડપ કરવાની કોશિશ કરતા સોનાનો ચેઇન તૂટી ગયો હતો અને ચેઇન હમીરભાઈના શર્ટમાં ફસાઈ જતા આ બન્ને શખ્સો ચેઇન ઝૂંટવી ન શકતા બચી ગયો હતો. પછી હમીરભાઈએ બન્ને શખ્સોને પકડવાની કોશિશ કરતા બન્ને બાઈક લઈને ભાગી ગયા હતા. આથી હમીરભાઈએ આજુબાજુ ગામના લોકોનો ફોન કરીને જાણ કરતા ગામલોકોએ તુરત જ આ બન્ને લૂંટારુંઓને ઝડપીને પોલીસની હવાલે કરી દીધા હતા.

- text

- text