મોરબીમાં બાકી ઇ-મેમોના ૧૯૩૦ કેસો માટે ૧૭મીએ લોક અદાલત 

- text


લોક અદાલત બાદ પણ ઇ-મેમો બાકી હશે તેવા વાહન ચાલકો સામે ફોજદારી પગલાં લેવાશે : ટ્રાફિક પોલીસ 

મોરબી : મોરબીમાં ઇ-મેમો ભરવાનો બાકી હોય તેવા ૧૯૩૦ કેસ આગામી તા.૧૩ના રોજ યોજાનાર લોક અદાલતમાં મુકવામાં આવ્યા છે. ત્યારબાદ પણ જો ઇ-મેમો ભરપાઇ કરવાનો બાકી હશે તો ફોજદારી પગલાં લેવામાં આવશે તેવું પોલીસ દ્વારા જાહેર કરાયુ છે.

મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જનતા જોગ જણાવાયું છે કે મોરબી શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઇ તેમજ નાગરીકો ટ્રાફીક નિયમોનું પાલન કરે તે હેતુથી મોરબી શહેરમાં લાગેલ સીસીટીવી કેમેરા મારફતે ટ્રાફીક નિયમોનો ભંગ કરતા લોકોને ઇ-ચલણ ઇશ્યુ કરવામાં આવે છે. મોરબી જિલ્લા ખાતે ટ્રાફીક નિયમ ભંગ બદલ ઇસ્યૂ કરાયેલ ઇ-ચલણો પૈકી જે વાહનચાલકોએ આજદિન સુધી દંડ ભરપાઇ કરેલ નથી તેવા વાહનચાલકો વિરૂધ્ધ જિલ્લા કાનુની સેવા સતામંડળ, મોરબી ધ્વારા કોર્ટ નોટીસો કાઢી મોકલી આપવામાં આવેલ છે.

ઇ-ચલણોનાં આવા કુલ-૧૯૩૦ કેસ આગામી તા.૧૩/૦૫/૨૦૨૩ ના રોજ યોજાનાર લોકઅદાલતમાં મુકવામાં આવેલ છે. જે સંદર્ભે જિલ્લા કાનુની સેવા સતામંડળ, મોરબી ધ્વારા નોટીસોની બજવણી કરવામા આવેલ છે. આ લોકઅદાલત બાદ પણ જો કોઇ મેમો ભરશે નહી તો તેઓ વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરાશે. જેથી આપનું ઇ-ચલણ ભરવાનું બાકી હોય તો તારીખ ૧૩-૦૫-૨૦૨૩ પહેલાટ્રાફીક શાખા- રૂમ નં-૧૧, પોલીસ અધિક્ષકની કચેરી, જીલ્લા સેવા સદન કેમ્પસ, સો-ઓરડી સામે, મોરબી-૨ તેમજ શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે, છોટાલાલ પેટ્રોલ પંપ ની બાજુમાં, શનાળા રોડ, મોરબી-૧ ખાતે ભરપાઇ કરવા જણાવાયુ છે.

- text

- text