મોરબી એસટી ડેપોએ તલાટીની પરીક્ષા માટે 59 ટ્રીપો દોડાવી

- text


એક્સ્ટ્રા ટ્રીપથી મોરબી એસટી ડેપોને રૂ.3.20 લાખની આવક થઈ

મોરબી : મોરબી એસટી તંત્રએ તલાટી મંત્રીની પરીક્ષામાં સરાહનીય કામગીરી કરી હતી. જેમાં મોરબી એસટી ડેપોએ તલાટીની પરીક્ષા માટે 59 ટ્રીપો દોડાવી હતી અને એસટી તંત્ર બહારગામના પરિક્ષાર્થીઓને મદદરૂપ થયું હતું.

મોરબી એસટી તંત્રને તલાટી મંત્રીની પરીક્ષા ફળીભૂત થઈ છે. મોરબી એસટી દ્વારા તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે 59 ટ્રીપો દોડાવવામાં આવી હતી. જેમાં ખંભાળિયા, દ્રારકા, અમદાવાદ, ગાંધીધામ, રાજકોટ, જૂનાગઢ સહિતના સ્થળોએ એસટી ટ્રીપ દોડાવવામાં આવતા 3349 ઉમેદવારોએ મુસાફરી કરી હતી. આ એક્સ્ટ્રા ટ્રીપથી મોરબી એસટી ડેપોને રૂ.3.20 લાખની આવક થઈ હતી.

- text

- text