મોરબીના ચોરી પ્રકરણમાં નેપાળી ગેંગનો વધુ એક શખ્સ પકડાયો

- text


રૂ. ૭૨ હજાર રોકડા અને ૨૪ ગ્રામ સોનુ કબ્જે લેવાયું, શખ્સ ૧૧મી સુધી રિમાન્ડ ઉપર

મોરબી : મોરબીમાં રહેણાંક મકાનમાં નેપાળી ગેંગ દ્વારા થયેલ ચોરીના બનાવમાં અગાઉ ૩ શખ્સોને પકડી પાડ્યા બાદ પોલીસે વધુ એક શખ્સની ધરપકડ કરી છે. જેને 11મી સુધી રિમાન્ડમાં પણ લેવામાં આવ્યો છે. હાલ બાકીના અન્ય ૩ આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૩૦/૦૪/૨૦૨૩ થી તા.૦૧/૦૫/૨૦૨૩ દરમિયાન હિમાંશુભાઇ ચંદ્રકાંતભાઇ ચંડીભમ્મર રહે. કાયાજી પ્લોટ, મેઇનરોડ, નગરપાલીકા કોમ્યુનીટી હોલની બાજુમાં મોરબી વાળાને ઘરે ચોરી થઈ હોય, આ બાબતે મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે. ખાતે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

જે બાદ પોલીસે રામબહાદુર ઉર્ફે જોખીયો નેપાળી તથા તેના કાકાની દિકરી બહેન દર્શના વા/ઓ મનીષભાઇ વિશ્વકર્મા તથા તેનો બનેવી મનીષ કૈલાશ ઉર્દુ કેલે વિશ્ર્વકર્માને સોના ચાંદીના દાગીના, રોકડા રૂપીયા, તથા કાંડા ઘડીયાળ મળી કુલ રૂ. ૮,૫૩,૫૨૦/- સાથે પકડી પાડ્યા હતા.

ત્યારબાદ પોલીસે આજે રામ બહાદુરના દીકરા વિનોદ રામબહાદુર વિશ્વકર્મા ઉ.વ. ૨૩ને નરસંગ મંદિર પાસેથી પકડી પાડ્યો છે. જેની પાસેથી રૂ. ૭૨ હજાર રોકડા અને ૨૪ ગ્રામ સોનુ કબ્જે કરવામાં આવ્યું છે. ઉપરાંત તેને ચોરી બદલ રૂ. ૧ લાખ મળ્યા હતા. પરંતુ તેમાંથી તેને થોડા પૈસા ખર્ચ કર્યા હતા અને મોબાઈલ પણ ખરીદ્યો હતો. આ શખ્સની ચોરીમાં ભૂમિકા એવી હતી કે તેને તેના પિતા રામબહાદુર સાથે બહાર રહી નજર રાખવાની હતી. પોલીસે તેની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તા.૧૧મી સુધીના રિમાન્ડ પણ મંજુર કરી આપ્યા છે.

- text

- text