હળવદના ચરાડવા ગામે ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા યુવા જોડો અભિયાનનો પ્રારંભ

- text


હળવદઃ પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોર્ચાની સૂચના મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે યુવાનોને કેન્દ્ર, રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ વિશે માહિતી આપતો કાર્યક્રમ હળવદ-ધાંગધ્રાનાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને હળવદ તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઇ સીણોજીયાના માર્ગદર્શન હેઠળ યુવા જોડો અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન યુવાનોના મોબાઇલમાં મિસ્ડ કોલ કરી સભ્ય બનાવવાના કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. આ અભિયાનમાં જામનગરના વિજયભાઈ પરમાર, મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, હળવદ તાલુકા ભાજપ અ.જા મોરચા પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, હળવદ તાલુકા ભાજપ અ.જા મોરચા મહામંત્રી કુલદિપભાઈ પંડ્યા, ઉપપ્રમુખ સોમભાઈ મકવાણા, ચરાડવાના સરપંચ રતિલાલ પરમાર વગેરે આ અભિયાન માટે પ્રવાસ ખેડી યુવાનોને જોડાવવાની જહેમત ઉઠાવી હતી.

- text

- text