હળવદમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


ગુરૂવારના મોડી સાંજે હળવદના બસ સ્ટેન્ડ પાછળ બનેલી ઘટના

હળવદ : હળવદ શહેરના બસ સ્ટેશન પાછળ રહેતા 30 વર્ષીય પરણિત યુવાને કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે જ ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવી દીધું હતું.બનાવને પગલે પરિવારજનો તેમજ આજુબાજુના રહીશો દ્વારા યુવાનને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવ્યો હતો.

- text

જાણવા મળતી વિગતો મુજબ હળવદ બસ સ્ટેશન પાછળ રહેતા વિક્રમભાઈ કરસનભાઈ કાંગસિયા (મલ) ઉ.૩૦એ આજે મોડી સાંજના સાતેક વાગ્યાની આસપાસ તેઓના ઘરે જ ઘરના મોભારા સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું.બનાવની જાણ પરિવારજનોને તેમજ આજુબાજુના લોકોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવી યુવાનને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો.જ્યા હાજર ડોક્ટર દ્રારા યુવાનને મૃત જાહેર કરાતાં પરિવારજનોમા શોક છવાઈ ગયો હતો.સાથે જ બનાવની જાણ હળવદ પોલીસને થતા પોલીસ હોસ્પિટલે દોડી આવી પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.

- text