હળવદના રાણેપર ગામે ધાબાના કઠોળા પર બેઠેલા કાકા-ભત્રીજી નીચે પટકાતા કાકાનું મોત

- text


કઠોળો પડતા સર્જાઈ દુર્ઘટના : સાત વર્ષની બાળકીને ગંભીર ઈજા

હળવદ : હળવદ તાલુકાના રાણેપર ગામે ગુરુવારની રાત્રીના કાકા-ભત્રીજી ધાબા પરના પર બેઠા હતા ત્યારે ઓચિંતા કઠોળો તૂટીપડતા બંને નીચે ફટકાયા હતા. જેમાં કાકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ભત્રીજીને ઈજાઓ પહોંચતા હળવદ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

બનાવી જાણવા મળતી વિગતો મુજબ હળવદ પંથકમાં છેલ્લા થોડા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે દિવાલો પણ બોદી થઈ ગઈ હોય ત્યારે ગુરૂવારના રાત્રિના આઠેક વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા પ્રવીણભાઈ સામતભાઈ બાબરીયા ઉંમર વર્ષ 36 અને તેમની સાત વર્ષની ભત્રીજી વિદ્યા તેઓના ધાબા પરના કઠોળા પર બેઠા હતા ત્યારે ઓચિંતા કઠોળો તૂટી પડતા બંને નીચે રહેલ પતરાના ઢારીયા પર પડ્યા હતા.તેની સાથે જ કઠોળાના પથ્થરો પણ માથે પડતા પ્રવીણભાઈનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.જ્યારે તેઓની ભત્રીજી વિદ્યાને પણ ઈજા પહોંચી હોય પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે શહેરની શ્રીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

- text

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ પ્રવીણભાઈને સંતાનમાં બે દીકરી અને બે દીકરા છે,પ્રવીણભાઈ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેથી પરિવારના મોભીનું દુર્ઘટનામાં મૃત્યુ થતા પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે.

- text