મોરબીમાં ૧૦ ટકા વ્યાજ વસૂલવા મકાનની સનદ પડાવી લીધાની તબીબ વિરુદ્ધ ફરિયાદ

- text


રૂ. ૬ લાખ વ્યાજે લેનાર યુવકને લાફા મારી જાતિ પ્રત્યે હડધૂત કર્યાનો આક્ષેપ

મોરબી : મોરબીમાં હોસ્પિટલ ચલાવતા તબીબે ૧૦ ટકાના વ્યાજે પૈસા દઈને યુવકને લાફા ઝીંકી મકાનની સનદ પડાવી લેતા આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દિનેશભાઇ મંગાભાઇ પરમાર જાતે અનુ.જાતિ રહે. મોરબી શનાળા બાયપાસ લાયન્સનગર શેરી નં-૩એ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે આજથી ચાર વર્ષ પહેલા મોરબી શનાળા રોડ કાયાજી પ્લોટમા આવેલ ડો.પી.આર. આશર પાસેથી માસીક ૩ ટકાના વ્યાજ દરે રૂ. ૬,૦૦,૦૦૦/- વ્યાજે લીધેલ હતા. પાછળથી તેઓએ વ્યાજનો દર વધારી દઈ ગાળો દઇ ગાલ ઉપર બે ફડાકા મારી જાતિ પ્રત્યે અપમાનીત કરી બળ-જબરીથી મારા માતા લાભુબેનના આધારકાર્ડ, પાનકાર્ડ, એ.ટી.એમ કાર્ડ તથા અમારા મકાનની સનદ લઇ લીધેલ હોય, જેમના ડરથી હું મોરબી છોડી અમદાવાદ ભાગી ગયો હતો. પોલીસે આ ફરિયાદને આધારે તબીબ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text