મોરબી જિલ્લામાં ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઇવ : 383 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી 

- text


ડાર્ક ફિલ્મ લગાડેલ 50 વાહનો, ચાલુ ફોને ડ્રાઇવ કરતા 29 વાહનો, અડચણરૂપ પાર્કિંગ કરનાર 37 વાહનો તેમજ નંબર પ્લેટ લગાવ્યા વગરના 9 વાહન ચાલકો દંડાયા

મોરબી : મોરબી જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા ત્રણ દિવસ ખાસ ડ્રાઇવ ચલાવી નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો વિરુદ્ધ 383 કેસો કરી રૂ. 1.38 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

મોરબી જિલ્લા ટ્રાફિક પો.ઇન્સ વી.એમ.લગારીયા તથા પો.સબ.ઇન્સ. ડી.બી.ઠક્કએ ટિમ સાથે મળી મોરબી જીલ્લા તથા શહેર ખાતે છેલ્લા ત્રણ દીવસ દરમ્યાન અલગ અલગ પોઇન્ટ તથા વિસ્તારમાં વાહન ચેકીગ ગોઠવી એમ.વી.એક્ટના નિયમોનુ ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં ડાર્ક ફિલ્મ લગાડેલ 50 વાહનો, ચાલુ ફોને ડ્રાઇવ કરતા 29 વાહનો, અડચણરૂપ પાર્કિંગ કરનાર 37 વાહનો તેમજ આર.ટી.ઓ માન્ય એચ.એસ.આર.પી.નંબર પ્લેટ લગાવ્યા વગરના 9 વાહન ચાલકો એમ અલગ અલગ 323 કેસ કરી સ્થળ પર રૂ. 1.38 લાખ દંડ વસુલ કરવામા આવેલ.

આ સાથે ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવતા 28 વાહન ચાલકોના વાહન એમ.વી.એક્ટ 207 મુજબ આર.ટી.ઓ ડીટેઇન મેમા આપવામા આવેલ તેમજ ગતિમર્યાદા ભંગ કરતા તેમજ પુર ઝડપે અને રાહદારીની જીંદગી જોખમાય તે રીતે વાહન ચલાવતા વાહન ચાલકો તેમજ રોડ ઉપર અક્સમાત થાય તેવી રીતે પાર્કીંગ કરનાર વાહન ચાલકો વિરૂધ્ધ IPC કલમ 279 તથા IPC 283 મુજબના કેશો કરવા આવેલ તેવુ ટ્રાફીક શાખાની યાદીમા જણાવવામાં આવે છે.

- text

મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તમામ જાહેર જનતાને જણાવાયુ છે કે એમ.વી.એક્ટ મુજબ ટ્રાફીક નિયમોનુ પાલન કરવુ તેમજ વાહનમા આર.ટી.ઓ માન્ય HSRP નંબર પ્લેટ તથા ફીલ્મ લગાવવી તેમજ પોતાના વાહન કોઇ નો-પાર્કીંગ કે પછી અડચણ રૂપ જગ્યાએ પાર્કીંગ કરવુ નહી. તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવુ નહીં અને વાહનના કાગળો સાથે રાખવા અને હાઇવે ઉપર ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવુ અને ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલમા વાત કરવી નહી આમ ટ્રાફીક નીયમોનુ પાલન કરવુ તેમજ ટ્રાફીક નિયમોનુ પાલન નહી કરતા વાહન ચાલકો વિરૂધ્ધ એમ.વી.એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

- text