જાલીનોટના બે ગુન્હામાં ફરાર આરોપી મોરબીમાંથી ઝડપાયો 

- text


એસઓજી પોલીસ ટીમે કેસરબાગમાંથી માળિયા તાલુકાના વતની આરોપીને ઝડપી લીધો 

મોરબી : સુરેન્દ્રનગર જિલ્લામાં બે અલગ અલગ જાલીનોટના કિસ્સામાં છેલ્લા દસ માસથી નાસતા ફરતા મૂળ માળીયા મિયાણા તાલુકાના કાજરડા ગામના વતની આરોપીને મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે કેસરબાગમાંથી ઝડપી લઈ સુરેન્દ્રનગર પોલીસને સોંપી આપવા તજવીજ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ જોરાવરનગર પોલીસ મથકમાં નોંધાયેલ જાલીનોટના બે અલગ અલગ ગુન્હામાં છેલ્લા દસ માસથી નાસતો ફરતો યુનિસ ઉર્ફે જુનસ અલીમહમદ ભટ્ટી ઉ.45, રહે.કાજરડા તાલુકો માળીયા નામનો શખ્સ મોરબીના કેસરબાગમાં આવ્યો હોવાની બાતમીને આધારે એસઓજી પોલીસ ટીમે ઝડપી લઈ સુરેન્દ્રનગર પોલીસને હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.

- text

આ સફળ કામગીરી મોરબી એસઓજી પીઆઇ એમ.પી.પંડયા, એ.એસ.આઇ. રસીકભાઇ કડીવાર, પોલીસ હેડ કોન્સટેબલ જુવાનસિંહ રાણા, મકુેશભાઇ જોગરાજીયા, મહાવીરસિંહ પરમાર, સતીષભાઇ ગરચર, આશીફભાઇ રાઉમા, ભાવેશભાઇ મીંયાત્રા, કમલેશભાઇ ખાભંલીયા, સામતભાઇ છુછીયા, અંકુરભાઇ ચાચુ,અશ્વિનભાઈ લોખીલ સહિતના સ્ટાફે કરી હતી.

- text