હળવદના રાયસંગપર ગામે પવન સાથે ધોધમાર વરસાદ, અનેક સ્થળોએ નુકસાની

- text


૧૫થી વધુ સ્થળોએ છાપરા ઉડયા, ૮ જેટલા વીજપોલ નમી ગયા

હળવદ : હળવદ તાલુકાના નવા રાયસંગપુર ગામે આજે બપોર બાદ અચાનક જોરદાર પવન સાથે વરસાદ આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અહીં દોઢ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. વરસાદ અને પવન એક સાથે આવવાના કારણે કેટલાક વૃક્ષોની સાથે ૧૫થી વધુ વાડી વિસ્તાર તેમજ ગામના છાપરાઓ ઉડ્યા હતા. સાથે જ આઠ જેટલા વીજપોલ પણ પડી ગયા હતા. વરસાદ અને પવન એક સાથે હોય જેના કારણે ખેડૂતોનો ઉભો મોલ આડો પડી ગયો હતો તેમજ ઘણા ખેડૂતોએ તલને વાઢીને મીંડું કરી હોય જે પલળી ગઈ હતી.

- text

- text