છેડતીના બનાવો અટકાવવા પોલીસ એક્શનમાં, કાલે ગુરુવારે શાળા- ટ્યુશન સંચાલકો સાથે બેઠક

- text


ચોરીના બનાવો રોકવા એપાર્ટમેન્ટ અને સોસાયટીના પ્રમુખો સાથે પણ પોલીસ બેઠક કરશે

મોરબી : મોરબીના સુપર માર્કેટમાં છેડતીની ઘટના બાદ પોલીસ વધુ એલર્ટ બની છે. તેથી એ ડિવિઝન પોલીસે આવતીકાલે છેડતીના બનાવો અટકાવવા માટે શાળા સંચાલકો અને ટ્યુશન કલાસીસ સંચાલકો સાથે મીટીંગ બોલાવી છે. સાથેસાથે ચોરીના બનાવો રોકવા એપાર્ટમેન્ટ-સોસાયટીના પ્રમુખો સાથે બેઠક કરશે.

- text

મોરબીમાં સુપર માર્કેટમાં વિદ્યાર્થીનીઓની પજવણી બાદ આવી ઘટના ફરીવાર ન બને તે માટે આવતીકાલે મોરબી એ ડિવિઝન પોલીસ શાળા સંચાલકો અને ટ્યુશન કલાસીસ સંચાલકો સાથે મીટીંગ કરશે. જ્યારે હમણાં જ બે મોટી ચોરીની ઘટના બની હતી. જેમાં બે ઉધોગપતિના ઘરમાંથી એપાર્ટમેન્ટમાં અને ઘરમાં ચોકીદાર તરીકે કામ કરતા નેપાળી ચોકીદારો મોટો દલ્લો ઉસેડીને ફરાર થઇ ગયા હતા. આ નેપાળી ચોકીદારો હજુ પોલીસની હાથમાં આવ્યા નથી. આથી એપાર્ટમેન્ટમાં અને સોસાયટીમાં આવી ચોરીની ઘટના ન બને તે માટે પણ પોલીસ કાલે સોસાયટીઓ અને એપાર્ટમેન્ટના પ્રમુખો સાથે બેઠક કરશે.

- text