ગુટલીબાજ સાવધાન ! મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરીમાં સીસીટીવી કેમેરા ફિટ કરાયા

- text


હાલ આઠ કેમેરા ફિટ કરીને બીજા આઠ કેમેરા તબબકાવાર નખાશે

મોરબી : મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ગુટલીબાજો ઉપર બાજનજર રાખવા માટે સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. આ સીસીટીવી કેમેરાથી ખુદ મામલતદાર કર્મચારીઓ ઉપર વોચ રાખશે. જો કે, હાલ આઠ કેમેરા ફિટ કરીને બીજા આઠ કેમેરા તબબકાવાર નખાશે. તીસરી આંખ કાર્યરત થતા હવે કર્મચારીઓને પણ ચાલુ ફરજો ગુટલી મારવી ભારે પડશે.

મોરબી તાલુકા સેવાસદન અંદર આવેલ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં હાલ આઠ સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. જો કે આ આઠ સીસીટીવી કેમેરા ઘણા સમયથી નાખવામાં આવ્યા હતા. પણ વ્યવસ્થિત રીતે ચાલુ ન હતા. આથી હવે આ સીસીટીવી કેમેરાને અપગ્રેડ કરીને ચાલુ કરવામાં આવ્યા છે. ખુદ મામલતદાર જ આ સીસીટીવી કેમેરાથી કર્મચારીઓ ઉપર બાજનજર રાખશે. જેમાં ક્યાં કર્મચારીઓ કામ કરે છે અને ક્યાં કર્મચારીઓ કામ નથી કરતા તેમજ ચાલુ કામે ક્યાં કર્મચારીઓ ગુટલી મારે છે તેની નિગરાની રાખવામાં આવી રહી છે અને કર્મચારીઓ ચાલુ કામે ગુટલી મારે તો તુરત એક્શન લેવાય છે અને કોઈ કર્મચારીઓ અરજદારનું કામ ન કરતા હોય તો તેમને ઠપકો આપીને કામ કરાવાય છે. કર્મચારીઓના વાંકે કામ ન અટકે તે માટે પૂરતી કાળજી લેવામાં આવે છે. આ સીસીટીવી કેમેરાનું મામલતદાર નિખિલ મહેતા મોનીટરિંગ કરે છે. કામ સમયે કર્મચારીઓ હાજર રહે છે કે કેમ તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. કોઈપણ અરજદારનું કામ ઝડપી રીતે થાય એની ખાસ કાળજી લેવાય છે.

- text

- text