પ્રદેશ ભાજપ મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ પદે હળવદના ડૉ.ઉર્વશીબેન પંડ્યાની વરણી 

- text


ડૉ.ઉર્વશીબેન વર્ષ 2005 થી ભાજપના પ્રાથમિક સભ્ય બન્યા બાદ અનેક જવાબદારી સંભાળી ચૂક્યા છે

હળવદ : સોમવારે પ્રદેશ ભાજપના મહિલા મોરચા દ્વારા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ,મહામંત્રી અને પ્રદેશ કાર્યાલય મંત્રીની વરણી કરવામાં આવી હતી જેમાં ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી હળવદના ડૉ.ઉર્વશીબેન પંડ્યાને સોંપવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ડૉ.દીપિકાબેન સરડવા દ્વારા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તરીકે હળવદના ડૉ.ઉર્વશીબેન પંડ્યા, મહામંત્રી તરીકે સીમાબેન મોહીલે અને પ્રદેશ કાર્યાલય ના મંત્રી તરીકે ડૉ.મીરાબેન વાટલીયાની વરણી કરવામાં આવી છે.મોરબી જિલ્લામાંથી ડૉ.ઉર્વશીબેન પંડયાની પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે વરણી થતા ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ શુભેચ્છાઓ પાઠવી આવી રહી છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ.ઉર્વશીબેન પંડ્યા વર્ષ 2005 થી ભાજપમાં સક્રિય સભ્ય તરીકે જોડાયા હતા જેવો વર્ષ 2006માં હળવદ શહેર ભાજપના મહિલા મોરચાના પ્રમુખ તરીકેની પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે.સાથે જ વર્ષ 2008માં વોર્ડ નંબર 6 ના સદસ્યની સાથે સાથે પાલિકાના આરોગ્ય ચેરમેન તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે.તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે બે ટર્મ સુધી રહ્યા છે સાથે જ મોરબી જિલ્લા ભાજપમાં મહિલા મોરચાના મંત્રીની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે.તેમજ 2022ની વિધાનસભા ચૂંટણીમાં હળવદ-ધાંગધ્રા બેઠક પર મહિલા મોરચાના ઇન્ચાર્જ તરીકે સફળતાપૂર્વક કામગીરી કરી હતી.

- text