હળવદના અજીતગઢ ગામે વાડીએ ટાંકીમાં ડૂબી જતા બાળકનું મોત

- text


મધ્યપ્રદેશથી પરિવાર હળવદ મજૂરી કામ માટે આવ્યો હતો 

હળવદ : હળવદ તાલુકાના અજીતગઢ ગામે વાડી વિસ્તારમાં આજે બપોરના સમયે એક ચાર વર્ષીય બાળકનું રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જવાથી ડૂબી જતા મોત નીપજયું ગયું હતું.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના જગુઆ જિલ્લાના લુંનિયાભાઈ નીનામા તેઓના પરિવાર સાથે હળવદ તાલુકાના અજીતગઢ ગામે મજૂરી કામ અર્થે આવ્યા હતા ત્યારે આજે લુનિયાભાઈ તેમના પત્ની અને તેમના બે નાના બાળકોને લઈ ગામની સીમમાં આવેલ મુકેશભાઈ પટેલની વાડીએ મજુરી કામ માટે ગયા હતા.લુનિયાભાઈ તેઓના બે સંતાનોને વાડીના શેઢે આવેલ આમલીના વૃક્ષ નીચે સુવડાવી તેઓ અને તેમના પત્ની તલ વાઢી રહ્યા હતા તે વેળાએ તેઓનો ચાર વર્ષનો મોટો દીકરો સિધ્ધરાજ રમતા રમતા આમલીના ઝાડ પડખેની પાણીની ટાંકીમાં પડી જતા ડૂબી ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું.

- text

બનાવની જાણ પરિવારજનો અને વાડી માલિકને થતા સિધ્ધરાજને તાત્કાલિક સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવ્યો હતો.જોકે સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થયેલ હોય જેથી પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.

- text