મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 7 કેસ 

- text


9 દર્દીઓ રિકવર થતા એક્ટિવ કેસ 34 થયા

મોરબી : મોરબીમાં કોરોના હવે જાણે ઓસરી રહ્યો હોય તેમ કેસની સંખ્યા ઘટતી જઈ રહી છે. આજે જિલ્લામાં કુલ 7 જ કેસ નોંધાયા છે.

મોરબી જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 648 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 7 જેટલા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મોરબી ગ્રામ્યમાં 4, મોરબી શહેરમાં 1 અને હળવદ તેમજ ટંકારામાં એક એક કેસ નોંધાયો છે.

જ્યારે મોરબી તાલુકામાંથી 8 અને વાંકાનેર, હળવદ 1 મળી કુલ 9 દર્દીઓ રિકવર થયા છે. જેને પગલે આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 34એ પહોંચી ગયા છે.

- text

- text