મોરબીમાં બાળકોએ રોજા રાખી અલ્લાહની બંદગી કરી

- text


મોરબી : મુસ્લિમ બિરાદરો રમજાન માસ નિમિત્તે રોજું રાખી અલ્લાહની બંદગી કરી રહ્યા છે. ત્યારે મોરબીના રહીશ મોહમ્મદહુસેન સીદીક્ભાઇ પાયકની 8 વર્ષની બાળકી રાભીયાબસરી મોહમ્મદહુસેન પાયકએ પવિત્ર રમજાન માસના મહિનાના રોજા રાખ્યા હતા.

મોરબીના મોહંમદહુસેન સીદીક્ભાઇ પાયકની 8 વર્ષની પુત્રીએ રમજાન મહિનાના 30 રોજા રાખીને અલ્લાહ તાલાની બારગાહે મુકશદમાં પોતાના ઈમાનનું સબૂત પેશ કરી અલ્લાહની બંદગી કરી હતી. તેમજ મોરબીના મોહંમદકાસીમ અશરફભાઇ પાયક નામના 6 વર્ષના બાળકે પણ પવિત્ર રમજાન માસના 9 રોજા રાખ્યા હતા. મોરબીના અશરફભાઇ કાસમભાઈ પાયકના 6 વર્ષના પુત્ર મોહંમદકાસીમ પાયકએ 9 રોજા રાખીને અલ્લાહ તાલાની બારગાહે મુકશદમાં પોતાના ઈમાનનું સબૂત પેશ કરી અલ્લાહની બંદગી કરી હતી.

- text

- text