હળવદના ઘનશ્યામ ગઢમા તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

- text


યુવાન ડૂબી ગયાની જાણ કરતા મામલતદારે અમારામાં ન આવે તેવું કહી ઉદ્ધતાયભર્યું વર્તન કર્યાનો આક્ષેપ

હળવદ : હળવદના ઘનશ્યામ ગઢના તળાવમાં નહાવા પડેલા યુવાન ડૂબી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે યુવાન ડૂબી ગયાની જાણ કરતા મામલતદારે અમારામાં ન આવે તેવું કહી ઉદ્ધતાયભર્યું વર્તન કર્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામ પાસે આવેલ સ્મશાન નજીકના તળાવમાં યુવાનનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. જેમાં પ્રવીણભાઈ બચુભાઇ (ઉ.વ.40) નામનો યુવાન આજે ઘનશ્યામગઢ ગામ પાસે આવેલ સ્મશાન નજીકના તળાવમાં નહાવા પડતા તેનું ડૂબી જવાથી મોત થયું હતું. આ બનાવની જાણ થતાં ટિકર ગામના તરવૈયાને થતા અગ્રણી ધર્મેન્દ્રભાઈ એરવાડિયા, ગણેશભાઈ પટેલ સહિતનાએ તળાવમાંથી યુવાનની લાશ બહાર કાઢી હતી. જો કે આ યુવાન સવારે 11 વાગ્યે ડૂબી ગયો હોય ત્યારે જ આ બનાવની મામલતદારને જાણ કરવામાં આવી હતી. સાથે ટિકર ગામના જિલ્લા પંચાયતના સદસ્યએ પણ ફોનમાં જાણ કરી હતી.પણ મામલતદારે યોગ્ય જવાબ આપવાને બદલે ઉદ્ધતાયભર્યું વર્તન કરી આ અમારામાં ન આવે તેવું કહેતા બોલાચાલી થઈ હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text