મોરબીના સાવસર પ્લોટમાં ગંદકીના ગંજ ખડકાયા

- text


બેન્કની સામે જ સફાઈ કર્મીઓ દ્વારા ખડકાતી ગંદકીની સમસ્યા હલ કરવા વેપારીઓની નગરપાલિકા તંત્રને રજુઆત

મોરબી : મોરબીના સાવસર પ્લોટમાં આવેલી બેન્ક ઓફ મહારાષ્ટ્રની સામે કચરાના ગંજ ખડકાતા બેસુમાર ગંદકી ફેલાય રહી છે. જેથી સ્થાનિક વેપારીઓ અને બેન્કમાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આથી આ ગંદકીની સમસ્યા હલ કરવા નગરપાલિકા તંત્રને રજુઆત કરવામાં આવી છે.આશ્ચર્ય તો એ વાતનું છે કે અહીં આ કચરો નજીકમાં આવેલી એક દુકાન અને ખુદ સફાઈ કર્મીઓ દ્વારા ખડકવામાં આવી રહ્યો છે.

મોરબીના શનાળા રોડ રામચોક પાસે સાવસર પ્લોટ 5/6 રોડ ઉપર આવેલ મિત પ્લાઝામાં આવેલ બૅંક ઓફ મહારાષ્ટ્રની શાખા અને આસપાસના વેપારીઓએ મોરબી નગરપાલિકાને રજુઆત કરી હતી કે,આ બેન્કની શાખાની સામે ખુદ સફાઈ કર્મીઓ કચરો ફેંકી જાય છે. આથી આ જગ્યાએ કચરાના ગંજ ખડકાતા ભારે દુર્ગધ ફેલાય રહી છે. આ કચરો અહીં ફેકતા બેન્કમાં આવતા લોકો અને આસપાસના વેપારીઓને ભારે મુશ્કેલી પડે છે. કચરાની ગંદકીને કારણે રોગચાળાનું જોખમ તોળાઈ રહ્યું છે. અને કચરો સળગાવીને પ્રદુષણ ફેલાવાય રહ્યું છે કચરાના ઢગલામાં આગ લગાડતા ભારે દુર્ગધ ફેલાય છે. તેથી વહેલી તકે અહીંથી કચરો દૂર કરીને નગરપાલિકા દ્વારા કચરા પેટી મુકવામાં આવે તેવી માંગ કરી છે.

- text

- text