અવાજના પ્રદુષણને નિયંત્રીત કરવા આપણે શું કર્યુ ? ૧૬ એપ્રિલે ‘વિશ્વ અવાજ દિવસ’

- text


મોરબી : ૧૬ એપ્રિલનો દિવસ એટલે ‘વિશ્વ અવાજ દિવસ’. ‘અવાજ’, કુદરતે આપેલી એક અમુલ્ય ભેટ કે જેના થકી માહિતી સંચાર સુલભ બને છે. કોઇના મોંથી બોલાયેલી અને આપણા કાન સુધી પહોચેંલી વાતમાં સૌથી મોટી ભુમિકા અવાજની જ રહેલી છે. ઘણા લોકોનો અવાજ તો એવો મિઠો મધુરો હોય કે મન થાય તેને સાંભળીયા જ કરીએ. અર્થાત અવાજથી લોકોને એક નવી ઓળખ મળે છે. પણ ઘણીવાર આ જ અવાજ પોતાનું મધુરતાપણું ગુમાવી દે છે અને કર્કશતાપણું અપનાવી લે છે. આ કર્કશતાપણું એટલે અવાજનું પ્રદુષણ.

એક સામાન્ય મનુષ્ય ૨૦ થી ૨૦૦૦૦ હર્ટઝ સુધી અવાજ સાંભળી શકે છે, જયારે બિલાડી ૫૫ થી ૭૯ કિલોહર્ટઝ, કુતરા ૬૭ થી ૪પ કિલોહર્ટઝ અને ચામાચીડીયું ૧ કિલોહર્ટઝ થી ૨૦૦ કિલોહર્ટઝ સુધીનો અવાજ સાંભળી શકે છે. જ્યારે આ અવાજ તેની સીમા રેખાને પાર કરે છે ત્યારે તે અવાજના પ્રદુષણનું સ્વરૂપ ધારણ કરે છે.

વધું પડતા અવાજથી ઘોંઘાટ સર્જાય છે અને આ ઘોંઘાટ શારીરિક અને માનસિક બન્નેરૂપે સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે. માનવીના કિસ્સામાં ૭૦ ડેસીબલથી વધુ પડતા અવાજ અથવા વધુ સમય અવાજવાળા વાતાવરણમા રહેવાને કારણે ચીડચીડાપણું, આક્રમકતા, હાયપરટેન્સન, તણાવ, ટીનાઇટસ(કાનમાં તમરા બોલવા), અનિંદ્રા, ડીપ્રેશન, ગભરાહટ, બહેરાશ, બી.પી, હ્રદયરોગ, ભુલકણાપણું વગેરે રોગ થવાની સંભાવના રહેલી છે.

- text

જ્યારે પર્યાવણ ઉપર પણ તેણે ગંભીર છાપ છોડી છે. દિવસેને દિવસે વધતા જતા અવાજના કારણે કેટલાંક કિસ્સાઓમાં પ્રાણીઓમાં તણાવનાં લક્ષણો જોવા મળે છે તો ક્યારેક તે તેનું આક્રમક રૂપ ધારણ કરે છે. ગાય, ભેંશ જેવા દૂધાળા પ્રાણીઓમાં કુદરતી રીતે આપતા દુધનું પ્રમાણ ઘટ્યું છે. તો પંખીઓ એ હવે માનવ વસાહટથી દુરી બનાવી રહ્યા છે.

પ્રકૃતિનું નિકંદન કાઢ્યા પછી આજે લોકો પ્રકૃતિના કુદરતી સંગીત(નેચર સાઉન્ડ)ને હવે મોબાઇલ કે રેકોર્ડમાં સાંભળતા થયા છે અને વાસ્તવિક અવાજને ખોઇ બેસ્યા છે. એક સમય હતો જ્યારે સવારે ઊઠતા ત્યારે સરસ મજાનો ચક્લીનો, ખિસકોલીનો કે ઝાડનો અવાજ સાંભળતા તેના બદલે આજે મોટરસાયકલ, ઑટોરીક્ષા, કારખાનાનો, લાઉડ સ્પીકરનો ઘોંઘાટ સંભળાય છે.

આવા અવાજના પ્રદુષણ રોકવા માટે આપણે શું કરી શકીએ તો, બીનજરૂરી લાઉડ સ્પીકર, રેડીયો, ટીવી, મોબાઇલનો ઉપયોગ ટાળવો, ટ્રાફિક સિગ્નલ દરમ્યાન વાહન બંધ કરવા તથા બિન જરૂરી હોર્ન ન વગાડવું, ઓદ્યોગિક એકમમાં અવાજ શોષી લે તેવી વ્યવસ્થા કરવી જોઇએ, તેમજ વધુમાં વ્યક્તિએ જોર જોરથી ન બોલવું અને પોતાની જાતને એકવાર પુછવું જોઇએ કે અવાજના પ્રદુષણને નિયંત્રીત કરવા આપણે શું કર્યું?

- text