હળવદમા નજીવી બાબતે વેપારી ઉપર ત્રણ લુખ્ખાઓનો સરાજાહેર હુમલો 

- text


બાઈકના એન્જીનના લેથકામ બાબતે પાંચ મિનિટ રાહ જોવાનું કહેતા હુમલો કરી આંતક મચાવ્યો

હળવદ : હળવદ શહેરમાં બાઈકના એન્જીનનું લેથકામ કરાવવા આવેલા શખ્સને પાંચ મિનિટ રાહ જોવાનું કહેનાર વેપારી યુવાન ઉપર ત્રણ શખ્સોએ પ્લાસ્ટિકના પાઇપ અને પાવડા વડે સરાજાહેર હુમલો કરી આંતક મચાવતા ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના ઢવાણીયા દાદાના મંદિર પાસે આવેલ શિવ કોમ્પ્લેક્સમા ડીલક્ષ ઓટો રિપાવરિંગ નામની દુકાન ધરાવતા પ્રિયાંક પ્રકાશભાઈ કુંડારિયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેમની દુકાને ભવાનીનગર ઢોરા પાસે રહેતો આરોપી ઇમરાન ઉર્ફે ઇમુ ઈશુભાઈ આવ્યો હતો અને પોતાના બાઈકનું એન્જીન લેથકામ માટે આપી ગયો હોય તે આપવા કહેતા વેપારી પ્રિયાંકે પાંચ મિનિટ રાહ જોવાનું કહેતા ઇમરાન ઉશ્કેરાઈ ગયો હતો અને હમણાં આવું તેમ કહી જતો રહ્યો હતો.

- text

દરમિયાન થોડો સમય બાદ આરોપી ઇમરાન ઉર્ફે ઇમુ ઈશુભાઈ પોતાની સાથે અન્ય બે અજાણ્યા શખ્સોને લઈને આવ્યો હતો અને વેપારીને બેફામ ગાળો આપી સાથે લાવેલ પ્લાસ્ટિકના પાઇપ વડે તેમજ પાવડા વડે હુમલો કર્યો હતો અને સાથે રહેલ અન્ય શખ્સ પ્રિયાંકને છરી મારી દેવાની બુમો પાડતા આજુબાજુના લોકો એકઠા થઇ જતા ત્રણેય હુમલાખોર નાસી ગયા હતા.

બનાવ અંગે હળવદ પોલીસે પ્રિયાંકની ફરિયાદને આધારે ત્રણેય હુમલાખોર વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

- text