રાહત : મોરબી જિલ્લામાં આજે કોરોનાના માત્ર 5 જ કેસ

- text


15 દર્દીઓ રિકવર થયા, એક્ટિવ કેસ ઘટીને 114એ પહોંચ્યા

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના માત્ર 5 જ કેસ નોંધાયા છે. બીજી તરફ આજે 15 દર્દીઓ રિકવર થતા એક્ટિવ કેસ 114 એ પહોંચી ગયા છે.

મોરબી જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 866 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 5 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ નીકળ્યા હતા. મોરબી શહેરમાં 2, મોરબી ગ્રામ્યમાં 2 અને ટંકારા ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો છે. આ સાથે મોરબીમાં 6, વાંકાનેરમાં 5, ટંકારા અને માળિયામાં બે-બે મળી કુક 15 દર્દીઓ રિકવર થતા એક્ટિવ કેસ 114 થયા છે.

- text

- text