મોરબીમાં આરટીઇ હેઠળ ધો.1માં પ્રવેશ માટે ફોર્મ ભરવાનું શરૂ

- text


તા.10 એપ્રિલથી 22 એપ્રિલ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાશે : ધો.1માં પ્રવેશ માટે 182 ખાનગી સ્કૂલ અને 1763 જગ્યા

મોરબી : મોરબીમાં આરટીઇ અંતર્ગત ધો.1માં પ્રવેશ પ્રક્રિયા માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. જેમાં તા.10 એપ્રિલથી 22 એપ્રિલ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

રાજ્ય સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના છાત્રોને ખાનગી સ્કૂલમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે અને ધો.1થી 8 સુધી સરકાર દ્વારા વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે આગામી શૈક્ષણિક વર્ષ માટે અત્યારથી મોરબી જિલ્લામાં આરટીઇ અંતર્ગત પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના છાત્રોને ખાનગી સ્કૂલમાં વિનામૂલ્યે પ્રવેશ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. મોરબી જિલ્લાનું જિલ્લા પંચાયત રૂમ નંબર -129 માં કોઈપણ મુંઝવતા પ્રશ્નો હોય તો તેનું માર્ગદર્શન આપશે. જેમાં આરટીઇ નોડલ ઓફિસર અશોકભાઈ વડાલિયા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવીણભાઈ અંબારીયાની દેખરેખ હેઠળ ધો.1માં પ્રવેશ પ્રક્રિયા માટે કાર્યવાહી ચાલી રહી છે. આરટીઇ હેઠળ ધો.1માં પ્રવેશ માટે 182 ખાનગી સ્કૂલ અને 1763 જગ્યા છે. આ 182માં 10 ઈંગ્લીશ મીડીયમ અને 172 ગુજરાતી મીડીયમની સ્કૂલ છે. જેમાં હળવદમાં 26, માળીયામાં 1, મોરબીમાં 100, ટંકારામાં 21 અને વાંકાનેરમાં 34 સહિત 182 સ્કૂલોમાં આરટીઇ એક્ટ હેઠળ ગરીબ વર્ગના છાત્રોને ધો 1માં પ્રવેશ અપાશે.

- text

- text